આૅનલાઇન બેટિંગ ઍપ્સ વિશે આવી ગંભીર ચિંતા જતાવીને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને આવી ઍપ્લિકેશનોના નિયમન માટે પ્રતિભાવ આપવાનો આદેશ આપ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઑનલાઇન બેટિંગ-ઍપ્લિકેશન્સ અને લોન-ઍપ્લિકૅશન્સનો બેફામ વધારો એ ચિંતાનો વિષય છે. કોર્ટે આ બાબતે તમામ રાજ્યો પાસેથી આ ઍપ્લિકૅશન્સના નિયમન માટે પ્રતિભાવ માગ્યા છે.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે ‘આ ઍપ્લિકૅશન્સને લીધે અનેક બાળકોએ આપઘાત પણ કર્યા છે. ૩ કરોડ ટીનેજર્સ આ લતનો ભોગ બની રહ્યા છે. સેલિબ્રિટીઝ આવી બેટિંગ-ઍપ્લિકેશન્સને સમર્થન આપી રહી છે અને મીડિયા એને પ્રચલિત કરી રહ્યું છે. આવી ઍપ્લિકેશન્સને લીધે કેટલા પરિવારોને આર્થિક નુકસાન થયું છે એનો તો કોઈ હિસાબ જ નથી. આ પરિસ્થિતિ ગંભીર છે.’

