ચીનમાં ૭૫ વર્ષના જિયાંગ નામના ૭૫ વર્ષના દાદાને પ્રેમ થઈ ગયો
જિયાંગ નામના ૭૫ વર્ષના દાદા
ચીનમાં ૭૫ વર્ષના જિયાંગ નામના ૭૫ વર્ષના દાદાને પ્રેમ થઈ ગયો. જોકે એ કોઈ માણસ સાથે નહીં, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સાથે. તેનો ચહેરો કમ્પ્યુટરથી બનેલો હતો, મુસ્કાન કૃત્રિમ પરંતુ પર્ફેક્ટ હતી. જિયાંગભાઈ તેની સાથે નિયમિત ચૅટિંગ કરતા રહેતા અને એમાં જ તેઓ પ્રેમમાં પડી ગયા. આખો દિવસ AI સાથે વાતે વળગેલા પતિને પત્નીએ ટપારવાનું શરૂ કર્યું તો તેમની વચ્ચે તણખા ઝરવાનું શરૂ થઈ ગયું. વાત એટલી વણસી કે આખરે તેઓ પત્નીને છૂટાછેડા આપવા તૈયાર થઈ ગયા. જોકે વાત બહુ આગળ વધતાં જિયાંગભાઈનાં પૌત્ર-પૌત્રીઓએ તેમનો મોહભંગ કર્યો. AIમાં દેખાતી મહિલા અસલી નહીં પણ કૃત્રિમ છે અને એનું કોઈ અસ્તિત્વ નથી એમ સમજાવ્યું ત્યારે તેઓ ભાંગી પડ્યા હતા.

