દરેક પાંચ-પાંચ ઓવરની સાત-સાત લીગ મૅચ રમાશે અને ત્યાર બાદ IPL સ્ટાઇલમાં પ્લેઑફ રાઉન્ડ બાદ ૮ ઓવરની ફાઇનલ મૅચ રમાશે.
પ્રતીકાત્મક તસવીર
શ્રી શ્યામ યુવા મંડળ દ્વારા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ખેલાડીઓ માટે આજે બોરીવલીમાં ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ ‘યુવા કપ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. બોરીવલી-વેસ્ટમાં ગોરાઈ-૩, ગોખલે કૉલેજ પાસે આવેલા સમાજ ઉન્નતિ ટર્ફમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં સપ્રા ટાઇટન્સ, શ્રીજી બૉય્ઝ, UJ સ્પાર્ટન્સ, સૉલિડેગો સ્ટ્રાઇકર્સ, SSE રાઇડર્સ, પુરુષોત્તમ જાયન્ટ્સ, કીર્તિ ગ્રેનાઇટ્સ અને સ્વર પૅન્થર્સ મળી કુલ ૮ ટીમો મેદાનમાં ઊતરશે. દરેક પાંચ-પાંચ ઓવરની સાત-સાત લીગ મૅચ રમાશે અને ત્યાર બાદ IPL સ્ટાઇલમાં પ્લેઑફ રાઉન્ડ બાદ ૮ ઓવરની ફાઇનલ મૅચ રમાશે.
વધુ માહિતી માટે ગૌરવ સોલંકીનો 96645 67896 નંબર પર સંપર્ક કરવો.

