સલમાન ખાને વિક્રમ ફડનીસ દ્વારા બનાવેલું ફ્લોરલ શેરવાની સ્ટાઇલનું સિલ્ક જૅકેટ પહેર્યું હતું
સલમાન ખાન
ફૅશન-ડિઝાઇનર અને ફિલ્મ-ડિરેક્ટર વિક્રમ ફડનીસે ઇન્ડસ્ટ્રીમાં ૩૫ વર્ષ પૂર્ણ કર્યાં છે. આ ખાસ પ્રસંગને યાદગાર બનાવવા માટે મંગળવારે એક ફૅશન-ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સલમાન ખાન તેના ફૅશન-ડિઝાઇનર મિત્ર વિક્રમ માટે શો-સ્ટૉપર બન્યો હતો. સલમાન ખાને વિક્રમ ફડનીસ દ્વારા બનાવેલું ફ્લોરલ શેરવાની સ્ટાઇલનું સિલ્ક જૅકેટ પહેર્યું હતું. આ ઇવેન્ટમાં સુહાના ખાન તેમ જ જયા બચ્ચન અને તેમની દીકરી શ્વેતા બચ્ચન પણ પ્રેક્ષકોમાં હાજર હતાં. આ ફૅશન-ઇવેન્ટમાં સોનાક્ષી સિંહા, બિપાશા બાસુ, સુસ્મિતા સેન, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખે તેમ જ સિદ્ધાંત ચતુર્વેદી જેવા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.

