તેમણે કોઈને નુકસાન ન થાય એ રીતે આંગળી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ છ કલાકે પણ સફળતા ન મળતાં આખરે બેન્ચ કાપીને બાળકીની આંગળીઓ બચાવી લીધી.
રમત-રમતમાં ૭ વર્ષની એક છોકરી પોતાની આંગળીઓ બેન્ચની જાળીમાં નાખી દીધી
નોએડાના એક પાર્કમાં ૭ વર્ષની એક છોકરી રમતાં-રમતાં ધાતુની બનેલી બેન્ચ પર આરામ કરવા બેઠી. એ પછી રમત-રમતમાં તેણે પોતાની આંગળીઓ બેન્ચની જાળીમાં નાખી દીધી. જ્યારે તેણે આંગળીઓ કાઢવાની કોશિશ કરી તો કેમેય ન નીકળી. આયર્ન વર્કમાં નિષ્ણાત હોય એવા લોકોને અને ફાયર-બ્રિગેડની ટીમને બોલાવવામાં આવ્યાં. તેમણે કોઈને નુકસાન ન થાય એ રીતે આંગળી કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ છ કલાકે પણ સફળતા ન મળતાં આખરે બેન્ચ કાપીને બાળકીની આંગળીઓ બચાવી લીધી.

