સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ કહ્યું હતું કે પ્લેન-ક્રૅશની દુર્ઘટના બાદ સિવિલ હૉસ્પિટલના સ્ટાફે રાત-દિવસ જોયા વિના પોતાની નૈતિક ફરજ સમજીને ફરજના કલાકોની પરવા કર્યા વગર કામ કર્યું હતું.
૧૨ જૂને અમદાવાદથી લંડન ગેટવિક જતી ઍર ઇન્ડિયાની AI171 ફ્લાઇટના ક્રૅશની ઘટના અંગેના તેના પ્રાથમિક અહેવાલમાં, AAIB એ શનિવારે જણાવ્યું હતું કે ટેકઑફ પછી તરત જ બોઇંગ 787-8 વિમાનના ફ્યુઅલ સ્વીચ બંધ કરી દેવામાં આવ્યા હતા.
ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ વહે છે. એના કારણે ઉપરવાસ અને હેઠવાસ એમ બન્ને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
"જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવું, એ જ મારું ધ્યેય છે," આ દૃઢ નિશ્ચય સાથે જયેશ ઉપાધ્યાયે માત્ર 100 રૂપિયાથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. 29 મે 1991 ના રોજ રાજકોટંઆ ઢેબર રોડથી તેમના માતાપિતાના આશીર્વાદ અને એક વૃદ્ધ ડોશીની પ્રેરણાથી શરૂ થયેલું આ ટ્રસ્ટ આજે સમાજ સેવામાં એક મહત્ત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે લાખો લોકોને જીવન માટે આશા આપે છે.
સુરેન્દ્રનગરના દેદાદરા, વસ્તાડી અને દેરવાડા જેવા ગામો ટાંગલિયા વણાટ માટે પ્રાથમિક કેન્દ્ર બન્યા છે. આ કળાનો ઉપયોગ હવે સાડીઓ, દુપટ્ટા, શર્ટ, કુર્તા સામગ્રી, ચાદર અને ઓશિકા કવર સહિત વિવિધ ઉત્પાદનો બનાવવા માટે પણ થાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ બાદ રાજ્યભરમાં તૂટી ગયેલા રસ્તાઓના સમારકામે તેજી આવી છે. આજે પંચમહાલ જિલ્લાના ગોધરા બાયપાસ નજીક આવેલ ગાડુકપુર ચોકડી ખાતે હળોળ-શામળાજી હાઈવેના તૂટી ગયેલા ભાગમાં સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાદંડાધિકારી અજય દહિયાએ જીલ્લા અધિકારીઓ અને GSRDCની ટીમ સાથે સ્થળ પર જઈને સમારકામનું નિરીક્ષણ કર્યું. વિશેષતઃ સરકાર તરફથી રસ્તાની પેચવર્ક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં ખાડાઓને બીટુમિનથી ભરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે 10થી વધુ ટીમોને તહેનાત કરવામાં આવી છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK